લંડનઃ યુકેમાં ઓછામાં ઓછાં ૧૬ મિલિયન અથવા ૫૯ ટકા લોકો તેમના બ્રોડબેન્ડ કનેક્શન્સથી ભારે પરેશાન છે. Which? સંસ્થાના નવા સંશોધન અનુસાર પાંચમાંથી એક વ્યક્તિએ ખરાબ ઈન્ટરનેટથી તેમના પર ખરાબ નાણાકીય અસર પડી હોવાનું જણાવ્યું હતું.
ગયા વર્ષે આ પરેશાન લોકોમાંથી ૧૨.૫ મિલિયન અથવા ૧૦માંથી નવ લોકોએ આના કારણે ભારે હતાશા અનુભવી હતી. અન્ય કોઈ વયજૂથની સરખામણીએ ૧૮-૨૪ વયજૂથના લોકો વધુ હતાશાનો ભોગ બન્યા હતા.
Which?ને જણાયું હતું કે ખરાબ ઈન્ટરનેટ કનેકશન્સની સમસ્યા અનુભવતા ૧૦માંથી ૪ (૩૮ ટકા) લોકોએ તેમની સામાન્ય બ્રાઉઝિંગ કામગીરી છોડી દેવી પડી હતી. પાંચમાંથી એક (૧૯ ટકા) લોકોએ જણાવ્યું હતું કે કનેકશન્સની સમસ્યાના કારણે તેમને ખરાબ નાણાકીય અસરોનો સામનો કરવો પડ્યો હતો. ૧૦માંથી ૩ (૩૧ ટકા) લોકોએ સ્વીકાર્યું હતું કે ખરાબ બ્રોડબેન્ડના લીધે તેઓ ઓનલાઈન બિલ્સ ચુકવવા સહિતના સરળ કાર્યો માટે પણ બેન્કની સુવિધા મેળવી શક્યા ન હતા.
નેટની સ્પીડ વધારવાની એવરગ્રીન ટિપ્સ
• તમારા રાઉટરને અપગ્રેડ કરાવો. જો રાઉટર વર્ષો જૂનું હોય તો તેને બદલાવી નાખો. • શ્રેષ્ઠ વાઈ-ફાઈ સિગ્નલ મેળવો. તમારા ઘરનાં ફોનનાં સોકેટમાં તમારા રાઉટરને પ્લગ કરો. અન્ય લકો વાઇ-ફાઈનો ઉપયોગ ન કરે તે માટે તમારા વાઈ-ફાઈને પાસવર્ડ આપો. • તમારું વેબ બ્રાઉઝર બદલો. તમારા વેબ બ્રાઉઝને લેટેસ્ટ વર્ઝનમાં મૂકો અને કુકુઝ જેવા બિનજરૂરી ડેટાનો નિકાલ કરો.• પીક અવર્સમાં કામ કરવાનું ટાળો. સાંજે લોકો જ્યારે પીકઅવર્સમાં કામ કરતા હોય ત્યારે ઇન્ટરનેટની સ્પીડ ધીમી પાડે છે. • બ્રોડબેન્ડ પ્રોવાઇડરને સ્વીચ કરો. કયા બ્રોડબેન્ડ પ્રોવાઇડર ઝડપી બ્રોડબેન્ડ પૂરાં પાડે છે તે શોધીને સ્પીડ ચેક કરો.


