લંડનઃ મહિલાઓ જાતિ, સેક્સ્યુઆલિટી, લગ્ન અને પારિવારિક જીવન વિશેના પરંપરાગત વલણોથી દૂર જઈ રહી છે. જાતિ અને સેક્સ્યુઆલિટી પ્રત્યે વધુ પ્રવાહિતા ધરાવતી મહિલાઓનું પ્રમાણ વધી રહ્યું છે. એક સર્વે અનુસાર ૧૮થી ૨૪ના વયજૂથની સરળ યુવા મહિલાઓમાં ૨૫ ટકા મહિલાએ સમલિંગી જાતીય અનુભવ માણ્યો હતો.
આ મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ વિષમલિંગી-હેટ્રોસેક્સ્યુઅલ હોવા છતાં તેમણે આ અનુભવ લીધો હતો. આ જ વયજૂથની ૩૩ ટકા મહિલાએ જણાવ્યું હતું કે તેઓ અન્ય મહિલાઓ તરફ આકર્ષાઈ હતી. આ સર્વેમાં જાતિ અને સેક્સ્યુઆલિટી વિશે ૨૦૦૦ જેટલી મહિલાઓનો મત જાણવામાં આવ્યો હતો. ૩૩ ટકા મહિલાએ જણાવ્યું હતું કે તેમના માટે લગ્ન મહત્ત્વની બાબત છે, જ્યારે ૪૫ ટકા મહિલાએ કહ્યું હતું કે તેઓ પાર્ટનર સિવાય બાળજન્મની શક્યા વિશે તદ્દન ખુલ્લું મન ધરાવે છે.

