લંડનઃ ડેટિંગ ફ્રોડની વાત આવે ત્યારે ૬૦ અને ૬૯ વચ્ચેની વયના લોકો તેનો ભોગ બનવાની શક્યતા સૌથી વધુ હોવાની ચેતવણી પોલીસે આપી હતી.
ડેટિંગ ફ્રોડ એટલે કોઈ વ્યક્તિ એવું વિચારતી હોય કે તે રિલેશનશિપમાં છે અને તેની સાથે સામેની વ્યક્તિ દ્વારા નાણાંકીય છેતરપિંડી થાય તેને કહેવાય. પોલીસના નેશનલ ફ્રોડ યુનિટ ‘એક્શન ફ્રોડ’ અને નેશનલ ફ્રોડ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ ફ્રોડનો સહેલાઈથી ભોગ બનેલા લોકોના ૨,૯૨૬ રિપોર્ટનું વિશ્લેષણ કર્યું હતું.

