૯૦૦,૦૦૦ લોકો કામ કરી શકે નહિ તેટલા સ્થૂળ હોવાની ચેતવણી

Saturday 03rd June 2017 07:58 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં ઓબેસિટી બીમારી માટે સિકનેસ બેનિફિટનો દાવો કરનારા બ્રિટિશરોની સત્તાવાર સંખ્યા લગભગ ૧૬૦,૦૦૦ છે પરંતુ, સાચો આંકડો તેનાથી પાંચ ગણો એટલે કે ૮૮૦,૦૦૦ હોવાનું કહેવાય છે. પ્રોફેસર ડેમ કેરોલ બ્લેક કહે છે કે ફોર્મ્સ ભરવાની પદ્ધતિ ખોટી હોવાથી સાચો આંકડો મળતો નથી. આશરે ૯૦૦,૦૦૦ લોકો કામ કરી શકે નહિ તેટલા સ્થૂળ હોવાની ચેતવણી ડેમ કેરોલે આપી છે.

પૂર્વ કન્સલ્ટન્ટ રુમેટોલોજિસ્ટ અને ન્યૂનહામ કોલેજ, કેમ્બ્રિજના વર્તમાન પ્રિન્સિપાલ કેરોલે ડિપાર્ટમેન્ટ ફોર ગત વર્ષે વર્ક એન્ડ પેન્શન્સ માટે રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં કામ કરવાની લોકોની ક્ષમતા પર સ્થૂળતા કેવી રીતે અસર કરે છે તે જણાવાયું હતું. તેમણે કહ્યું હતું કે બેનિફિટ્સના દાવેદારોએ ફોર્મ્સ ભરવાની પદ્ધતિ યોગ્ય ન હોવાથી સરકારી ડેટા ચોક્કસ નથી.

રોયલ કોલેજ ઓફ ફીઝિશિયન્સના પૂર્વ પ્રમુખે સમજાવ્યું હતું કે બેનિફિટ્સના દાવેદારોએ કામ કરવા માટે અશક્ત હોય તો માત્ર એક મુખ્ય બીમારી દર્શાવવાની રહે છે. આનો અર્થ એ થાય છે કે લાખો દાવેદારો સ્થૂળતા સાથે સંકળાયેલા ડાયાબિટીસ-ટુ અને હાર્ટની સમસ્યાને બીમારી તરીકે દર્શાવે છે પરંતુ, ઓબેસિટીનો ઉલ્લેખ કરાતો નથી. બેનિફિટ્સ સિસ્ટમમાં ૧૬૦,૦૦૦ લોકો સ્થૂળ હોવાનું રેકોર્ડ થયું છે, જે સાચુ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter