કપિલ અને ગિન્ની એકબીજાના થયા

Friday 14th December 2018 07:38 EST
 
 

સ્ટાર કોમેડિયન કપિલ શર્મા અને ગિન્ની ચતરથ ૧૨ ડિસેમ્બરે રાત્રે હિન્દુ રીતરિવાજ મુજબ લગ્નગ્રંથિથી જોડાયા છે. જાલંધરના ક્લબ કબાના રિસોર્ટમાં થયેલા આ લગ્ન સમારોહમાં લગભગ એક હજાર મહેમાનો સામેલ થયા હતા. આ સમારોહના તમામ આયોજનની જવાબદારી ગિન્નીના પરિવારે સંભાળી હતી. આ ઝાકઝમાળભર્યા સમારોહ પાછળ લગભગ ૫૫ લાખ રૂપિયા ખર્ચાયા હોવાનું કહેવાય છે, જેમાંથી ત્રીસેક લાખ રૂપિયા તો ફૂડ પર જ તો સાજસજાવટ પાછળ આશરે ૧૦ લાખ રૂપિયા ખર્ચાયા હોવાનો અંદાજ છે. ચોરીની સજાવટ માટે ગુલાબ અને ઓર્કિડ્સ ખાસ કોલકાતાથી મંગાવાયા હતા. મેનુમાં ચાઈનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડ સહિતની ૧૫૦થી વધુ આઈટેમ્સ હતી. જેમાં અમૃતસરી કુલ્ચા અને સી-ફૂડ કાઉન્ટર મેઈન હતું. આ માટે લંડન, થાઈલેન્ડ અને યુરોપથી શેફ બોલાવાયા હતા. બીજા દિવસે અમૃતસરમાં કપિલની બહેનના ઘરે કવ્વાલી નાઈટ્સનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે પાકિસ્તાનથી આવેલા ખાસ કવ્વાલે પરફોર્મ કર્યું હતું.

કપિલના ભાઈએ કહ્યું હતું કે કપિલના લગ્નની અમે લગભગ પાંચ વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. મોડું થયું પણ ઘણું સારું થયું છે. ગિન્ની ખુબ સરસ છોકરી છે અને આ સંબંધથી ખુશ છીએ.

લગ્નમાં કપિલના કોમેડિયન મિત્રો કૃષ્ણા અભિષેક, સુદેશ લહેરી, રાજીવ ઠાકુર, ભારતી સિંહ, હર્ષ લીંબાચિયા, રુચા શર્મા, પંજાબી એકટ્રેસ પ્રિતો, હંસરાજ હંસ, નવજોત સિંહ સિદ્ધુ, જસબીર જસ્સી સમેતની ટોચની સેલિબ્રિટીઝ હાજર રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter