'સિંઘમ' ફેમ કાજલ અગ્રવાલના બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન

Tuesday 03rd November 2020 08:17 EST
 
 

'સિંઘમ' ફેમ સાઉથ ઈન્ડિયન ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી કાજલ અગ્રવાલના બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે ૩૦ ઓક્ટોબરે સાદાઈથી મુંબઈમાં લગ્ન થયાં હતાં. ગૌતમ કિચલુ બિઝનેસમેન છે અને તે ઇન્ટીરિયર તથા હોમ ડેકોર સાથે જોડાયેલા ઈ-કોમર્સ પ્લેટફોર્મ 'ડિસર્ન લિવિંગ'નો માલિક છે. ૨૯મી ઓક્ટોબરે સવારે મહેંદી સેરેમની યોજાઈ હતી અને સાંજે હલ્દી સેરેમની હતી. કાજલે મહેંદી તથા હલ્દી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી હતી. કાજલ મહેંદી સેરેમનીમાં લીલા અને હલ્દી સેરેમનીમાં પીળા વસ્ત્રોમાં સજજ હતી.હલ્દી સેરેમનીમાં કાજલે. ફૂલોનાં ઘરેણાં પહેર્યાં હતાં. કાજલ અગ્રવાલે મિત્રો તથા પરિવાર સાથે ડાન્સ પણ કર્યો હતો.
સાદગીથી લગ્ન કરશે
થોડાં સમય પહેલા કાજલે પોતાની ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું કે, મને શેર કરતાં ઘણો આનંદ થાય છે કે હું ૩૦ ઓક્ટોબરે મુંબઈમાં ગૌતમ સાથે લગ્ન કરવાની છું. બહુ જ નાનકડું ફંકશન કરવામાં આવશે અને માત્ર પરિવારના સભ્યો જ સામેલ થશે. પરંતુ અમે અમારું જીવન એકબીજાની સાથે શરૂ કરવા અંગે ઘણા જ રોમાંચિત છીએ. છેલ્લાં જેટલાં વર્ષોથી તમે મને જે પ્રેમ આપ્યો છે, તેના માટે હું તમારી આભારી છું. આ નવી સફરમાં અમે તમારા આશીર્વાદ ઈચ્છીએ છીએ. હું ભવિષ્યમાં પણ દર્શકોનું મનોરંજન કરવાનું કામ ચાલુ રાખીશ, પરંતુ એક નવા ઉદ્દેશ તથા અર્થની સાથે. તમારું ક્યારેય પૂરું ના થનાર સમર્થન માટે તમારો આભાર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter