વર્ષ 2025માં રિલીઝ થયેલી અનેક ફિલ્મ પૈકી કેટલીક સુપરહીટ બની રહી છે. પરંતુ ગૂગલની મોસ્ટ સર્ચ્ડ ફિલ્મ - 2025ની યાદીમાં ‘સૈયારા’ ફિલ્મે બાજી મારી લીધી છે. યાદીમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ ‘સૈયારા’ નંબર-1 પર રહી છે. બંનેએ આ ફિલ્મ સાથે જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.
ફિલ્મમાં અભિનેતા અને અભિનેત્રીના પરફોર્મન્સ ઉપરાંત ગીતોને પણ ખુબ પસંદ કરવામાં આવ્યા છે. યાદીમાં બીજા સ્થાને ઋષભ શેટ્ટીની પ્રીક્વલ ફિલ્મ ‘કંતારા’ રહી છે. દર્શકો ફિલ્મની રિલીઝ ડેટ જાણવા નહીં, પરંતુ ફિલ્મ નિર્માણ વિષે જાણવા ગૂગલ પર વધુ સર્ચ કરી રહ્યા હતા.
આ યાદીમાં ત્રીજા સ્થાને રજનીકાંતની ‘કુલી નંબર-1’ રહી છે. જૂનિયર એનટીઆર અને ઋતિક રોશનની ફિલ્મ ‘વોર-2’ યાદીમાં ચોથા સ્થાને રહી છે. જૂનિયર એનટીઆરે તે ફિલ્મની મદદથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.
વર્ષ 2025ની ટોપ ફિલ્મમાં રિરીલીઝ થયેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’, ‘માર્કો’, ‘હાઉસફુલ-5’, ‘ગેમ ચેંજર’ ‘મિસેસ’ અને ‘મહાવતાર નરસિમ્હા’ સામેલ છે.


