સુસ્મિતા સેને પાંચમી એપ્રિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. સુસ્મિતાની સાથે તેની દીકરી અલીશા અને એક્સ બોયફ્રેન્ડ રોહમન શોલ પણ તેના વર્કઆઉટ દરમિયાન તેને સપોર્ટ કરતા જોવા મળે છે. ગયા મહિને સુસ્મિતાએ પોસ્ટ શેર કરીને તેના હાર્ટ એટેક અંગે જાણ કરી હતી. એન્જિયોપ્લાસ્ટી બાદ હવે સુસ્મિતાએ કાર્ડિયોલોજિસ્ટની મંજૂરી લઇને થોડા દિવસોથી વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું છે. સુસ્મિતાએ જણાવ્યું હતું કે 36 દિવસ પછી તેને વધુ વર્કઆઉટ કરવાની પરવાનગી મળી છે અને તે ટૂંક સમયમાં ‘આર્યા 3’નું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. એટલું જ નહીં, સુસ્મિતાએ તેને પ્રોત્સાહિત કરવા માટે તેની પુત્રી અલીશા અને પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શોલનો આભાર માન્યો છે. મને વધુ તાલીમ માટે પરવાનગી મળી છે. યોગનો એક વીડિયો શેર કરતા સુસ્મિતાએ લખ્યુંઃ ‘ઇચ્છા જ એકમાત્ર રસ્તો છે. 36 દિવસ વીતી ગયા.’