60 વર્ષના મિલિંદ સોમણની સિદ્ધિ જટિલ જળમાર્ગ જિબ્રાલ્ટર ઓળંગ્યો

Sunday 17th May 2026 05:24 EDT
 
 

મિલિંદ સોમણે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે બહુ ઓછા લોકો મેળવી શક્યા છે. તેણે વિશ્વના સૌથી મુશ્કેલ જળમાર્ગોમાંનો એક જિબ્રાલ્ટર જળમાર્ગ પાર કર્યો છે. યુરોપથી આફ્રિકા સુધીનું 15 કિલોમીટરનું આ અંતર બહુ જ પડકારજનક ગણાય છે.
સુપરમોડેલ અને અભિનેતા મિલિંદ સોમણે 60 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો છે. વધતી વયે પણ પોતાની ફિટનેસ માટે જાણીતા મિલિંદ સોમણે ભારતને વિશ્વ સમક્ષ ગૌરવ અપાવ્યું છે. અભિનેતાએ જિબ્રાલ્ટર સ્ટ્રેટ પાર કરીને યુરોપથી આફ્રિકા સુધી અંતર કાપ્યું છે, આ વિસ્તાર યુરોપને આફ્રિકાથી અલગ કરતો સમુદ્રનો સાંકડો પટ છે. મિલિંદ સોમણની આ સિદ્ધિ બદલ અભિનંદનની વર્ષા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતા તેણે લખ્યું હતું, ‘1 મેના રોજ મેં યુરોપથી આફ્રિકા સુધીનું 15 કિમીનું અંતર કાપ્યું, સ્પેનના ટેરિફાથી મોરોક્કોના દરિયાકાંઠે જિબ્રાલ્ટરની સ્ટ્રેટ પાર કરી. એક સુંદર સ્વિમિંગ...’
ઉલ્લેખનીય છે કે જિબ્રાલ્ટરની ખાડીને ઓળંગવી એ ખુલ્લા પાણીની વિશ્વની સૌથી મુશ્કેલ યાત્રાઓમાંની એક મનાય છે, જે તેના પ્રચંડ પ્રવાહો, બદલાતી ભરતી અને ભારે દરિયાઇ ટ્રાફિક માટે જાણીતી છે. જોકે મિલિંદે આવું કંઇ પહેલીવાર નથી કર્યું. સોમણે ગયા મહિને ગોવાના દરિયામાં 20 કિલોમીટરનું સ્વિમિંગ કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter