80 વર્ષના એંગ્રી યંગ મેન

Thursday 03rd March 2022 06:10 EST
 
 

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઢળતી ઉંમરે પણ શૂટિંગ અને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. બ્લોગ લખવાનો તેમનો શોખ જગજાહેર છે. તેમણે તાજેતરમાં એવા ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, જેને જોઈને ફેન્સ આફરિન પોકારી ગયા છે. તેમને ઈશ્વરની અદભૂત રચના ગણાવીને ફેન્સ આ ફોટોગ્રાફ્સને વાઈરલ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચને શેર કરેલા ફોટોગ્રાફ તેમની આગામી ફિલ્મના છે, જેમાં એક્શન સીન શૂટ થઈ રહ્યો છે. ફિલ્મના સેટ પર બિગ બી એક કિક મારીને કાચની દીવાલ તોડી રહ્યા છે. કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘53 વર્ષ અને 80 વર્ષની ઉંમર પછી પણ કેટલીક ચીજો એવી હોય છે, જે ક્યારેય બદલાતી નથી. એક્શન.’ તેમની આ પોસ્ટ વાઈરલ બનવાની સાથે કોમેન્ટ્સ પણ મળી રહી છે.
એક કોમેન્ટમાં લખાયું હતું કે, ‘સ્ક્રિન પર અમિતાભ બચ્ચનની એન્ટ્રી થાય ત્યારે તાળીઓ અને સીટીઓનો જે માહોલ ઊભો થાય છે તે અગાઉ ક્યાંય જોવા મળ્યો નથી અને મળશે પણ નહીં. તમે ઈશ્વરની અદભૂત રચના છો.’ અમિતાભ બચ્ચનના બ્લોગ પર પણ આ ફોટોગ્રાફ છે.
એક ફોટોમાં તેમના હાથમાં બેઝબોલ સ્ટિક છે અને બીજામાં તેઓ તૂટેલા કાચ સામે ઊભા છે. અમિતાભ હાલ નાગ અશ્વિનની ફિલ્મના શૂટિંગમાં બિઝી છે, જેમાં પ્રભાસ પણ છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ છે. બિગ બીની સ્પોર્ટ્સ ડ્રામા ‘ઝુંડ’ ચોથી માર્ચે રિલિઝ થઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter