IIFA 2023: રિતિક બેસ્‍ટ એકટર, આલિયા બેસ્‍ટ એકટ્રેસ

Tuesday 30th May 2023 12:18 EDT
 
 

હિન્દી ફિલ્મના ચાહકો દર વર્ષની જેમ આ વર્ષે પણ આઈફા એવોર્ડ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. અબુ ધાબીના યાસ આઇલેન્‍ડમાં યોજાયેલા શાનદાર સમારોહમાં બોલિવૂડના ટોચના ફિલ્મ કલાકારોએ હાજરી આપી હતી. એવોર્ડ સમારોહમાં સલમાન ખાન, જેકલીન ફર્નાન્‍ડીઝ, રકુલ પ્રીત સિંહ, નોરા ફતેહી, સુનિધિ ચૌહાણ, બાદશાહ જેવા બોલિવૂડ સ્‍ટાર્સે માત્ર હાજરી જ નહોતી આપી, પણ પરફોર્મ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. ટોક ઓફ ધ ટાઉન બનેલા આઈફા એવોર્ડ સમારોહમાં રિતિક રોશને ‘વિક્રમ વેધા’માં ઉત્કૃષ્ટ અભિનય માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવ્યો છે જ્યારે આલિયા ભટ્ટે ફિલ્‍મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી' માટે બેસ્ટ એક્ટ્રેસ જાહેર થઇ છે. અજય દેવગનની ફિલ્‍મ ‘દૃશ્યમ-ટુ’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો છે.

કેટેગરી અને વિજેતા
• બેસ્ટ ફિલ્મ - ‘દૃશ્‍યમ-ટુ’
• બેસ્ટ ડિરેક્ટર - આર. માધવન (‘રોકેટરીઃ ધ નામ્‍બી ઈફેક્‍ટ’)
• બેસ્ટ એક્ટર - ઋત્‍વિક રોશન (વિક્રમ વેધા)
• બેસ્ટ એક્ટ્રેસ - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટર - અનિલ કપૂર (‘જુગ જુગ જિયો’)
• બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ - મૌની રોય (‘બ્રહ્માસ્ત્ર’ પાર્ટ વન - ‘શિવ')
• બેસ્‍ટ ડેબ્‍યુ એક્‍ટર - શાંતનુ મહેશ્વરી (‘ગંગુબાઈ કાઠિયાવાડી’) અને બાબિલ ખાન (‘કાલા’)
• બેસ્‍ટ ડેબ્‍યુ એક્‍ટ્રેસ - ખુશાલી કુમાર (‘ધોખા રાઉન્‍ડ ધ કોર્નર’)
• બેસ્‍ટ પ્‍લેબેક સિંગર (ફિમેલ) - શ્રેયા ઘોષાલ
• બેસ્‍ટ પ્‍લેબેક સિંગર (મેલ) - અરિજિત સિંહ
• બેસ્‍ટ એડિટિંગ - દૃશ્યમ્-ટુ
• બેસ્ટ સિનેમેટોગ્રાફી - ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
• બેસ્ટ ડાયલોગ - ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
• બેસ્ટ સ્ક્રીનપ્લે - ‘ગંગુબાઈ કાઠિયાવાડી’
• ભારતીય સિનેમામાં ઉત્‍કૃષ્ટ પ્રદાન - કમલ હાસન




to the free, weekly Gujarat Samachar email newsletter