RRR રૂ. 1000 કરોડ પારઃ યુનિટને ગોલ્ડ કોઇનની ભેટ

Thursday 14th April 2022 12:24 EDT
 
 

દક્ષિણ ભારતના દિગ્ગજ દિગ્દર્શક રાજોમૌલીની ફિલ્મ આરઆરઆરે બોક્સ ઓફિસ પર કલેકશનના દરેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. રિપોર્ટના અનુસાર, રામચરણ અને જૂનિયર એનટીઆરની આ ફિલ્મ 1000 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગઇ છે. રામચરણે તો ફિલ્મની બમ્પર સફળતાથી ખુશ થઇને ફિલ્મના યુનિટના સભ્યોને ગોલ્ડન ગિફ્ટ આપી છે. મીડિયા રિપોર્ટના અનુસાર રામચરણે આરઆરઆર ફિલ્મ માટે સંપૂર્ણ યુનિટને શાનદાર પાર્ટી આપ્યા બાદ ભેટથી નવાજ્યા હતા. મળેલી જાણકારી અનુસાર, રામચરણે આરઆરઆર ફિલ્મના ટેકનિશિયનોને 18 લાખ રૂપિયાના સોનાના સિક્કા ગિફ્ટ કર્યા છે. ફિલ્મના યૂનિટમાં ૩૫ સભ્યો છે. રામચરણે 11.6 ગ્રામનો એક સિક્કો તૈયાર કરાવીને યુનિટના દરેક સભ્યોને ગિફ્ટ કર્યો છે. આ સોનાના સિક્કાની એક બાજુ પર RRR અને બીજી બાજુ રામચરણનું નામ અંગ્રેજીમાં ટાંકવામાં આવ્યું હોવાનું જોવા મળે છે. રામચરણે આ ઉપરાંત યુનિટના દરેક સભ્યોને ભોજન માટે આમંત્રણ આપ્યું હતું અને સોનાના સિક્કા પોતાના હાથે ભેટ આપ્યા હતા. આરઆરઆરના હિંદી વર્ઝને પણ રૂપિયા 200 કરોડથી વધુ બોક્સ ઓફિસ પર કમાણી કરી છે. ઉલ્લેખનીય છે કે, રામચરણ પહેલા પ્રભાસે પણ ફિલ્મ પૂરી થયા બાદ સમગ્ર ટીમને ઘડિયાળની ભેટ આપી હતી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter