એક્શનથી માંડીને કોમેડી એમ તમામ પ્રકારના પાત્રો બખૂબી નિભાવી જાણતો અક્ષય કુમારની ફિલ્મમાં હાજરી જ બોક્સઓફિસ પર ટંકશાળ પાડે છે. અને આથી જ અભિનેતાને મોં માગી ફી પણ મળી જાય છે. કહેવાય છે કે, તેની આગામી ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે જેમાં કામ કરવા માટે તે ૧૦૦ કરોડ રૂપિયાની તોતિંગ ફી લેવાનો છે. એટલું જ નહીં, તેણે આ ફિલ્મ માટે ફક્ત ૫૦ દિવસ જ ફાળવ્યા છે. મતલબ કે તે રોજના રૂપિયા બે કરોડ ચાર્જ કરશે. ફિલ્મનિર્માણનું બજેટ ૫૦ કરોડ રૂપિયાનું છે તે જોતાં કહી શકાય કે આખી ફિલ્મ કરતાં તે ડબલ રકમ તો ફી પેટે મેળવશે. કુલ ૧૫૦ કરોડ રૂપિયામાં બનનારી આ ફિલ્મમાંથી લગભગ ૯૦ કરોડ રૂપિયા તો વિભિન્ન રાઈટ્સ દ્વારા રિલીઝ પહેલા જ મેળવી લેવામાં આવશે. બાકી રહેલા ૬૦ કરોડ વસૂલવા માટે ફિલ્મે રૂપિયા કરોડનો વ્યવસાય કરવો પડશે, જે અક્ષયની ફિલ્મ માટે મામૂલી વાત છે.