અક્કીના સુરક્ષા જવાનો સાથે ભાંગડા

Wednesday 23rd June 2021 08:24 EDT
 
 

અક્ષય કુમાર ૧૭ જૂને જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યો હતો અને તેણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) સાથેના ‘યાદગાર દિવસ’ મનાવ્યો હતો. અક્કીએ ખુદે તો અનેક ફોટોગ્રાફસ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા જ છે સાથોસાથ બીએસએફ કાશ્મીરે પણ આ એક્ટરના કેટલાક ફોટોગ્રાફ્સ અને વીડિયોઝ શેર ટ્વિટર પર શેર કર્યા હતા. આ પોસ્ટને શેર કરતી વખતે અક્ષયે કેપ્શન લખી હતી કે ‘સરહદોની સુરક્ષા કરતાં ભારતના બહાદુરો, બીએસએફના જવાનોની સાથે યાદગાર દિવસ પસાર કર્યો. અહીંની મુલાકાતનો હંમેશાંથી ભાવવિભોર કરનારો એક્સપિરિયન્સ રહ્યો છે. રિયલ હીરોઝને મળવાથી મારા હૃદયમાં તેમના પ્રત્યે સન્માનની ભાવના જાગી છે.’
ફોટોગ્રાફ્સમાં અક્ષય સૈનિકની સાથે પંજો લડાવતો અને બીએસએફના જવાનોની સાથે ભાંગડાની બીટ્સ પર ડાન્સ કરતો જોવા મળે છે. તેણે શહીદ સૈનિકોને અંજલિ પણ અર્પી હતી. અક્ષયની પોસ્ટને રિટ્વિટ કરતાં અનેક ફેન્સે તેના પર પ્રેમ વરસાવ્યો હતો. એક પ્રશંસકે લખ્યું હતુંઃ ‘તમારા પ્રયાસોને સલામ’ બીજા એક ફેને લખ્યું હતુંઃ ‘અક્ષય સર, તમે આપણા આર્મ્ડ ફોર્સીસના બિગેસ્ટ સપોર્ટર છો.’ ત્રીજા એકે લખ્યું હતુંઃ ‘તમે મારા હીરો છો’. દરમિયાન, અક્ષયે રિસન્ટલી જાહેર કર્યું છે કે, તેની આગામી ફિલ્મ ‘બેલ બોટમ’ ૨૭મી જુલાઈએ થિએટર્સમાં રિલીઝ થશે. આ જાસૂસી થ્રિલર આમ તો ગત બીજી એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાની મહામારીના કારણે એની રિલીઝ ડિલે થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter