અક્ષય કુમાર બાબા કેદારનાથના દર્શને

Friday 02nd June 2023 12:21 EDT
 
 

પાછલા કેટલાક સમયથી અક્ષય કુમાર પણ મંદિરોમાં દર્શન કરવાની દરેક તક ઝડપી રહ્યો છે. તાજેતરમાં અક્ષય કુમારે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેદારનાથના દર્શનનો ફોટોગ્રાફ્સ શેર કર્યો હતો. અક્ષય કુમારે કેદારનાથ મંદિરનો એક ફોટોગ્રાફ શેર કરીને લખ્યુ હતું, ‘જય બાબા ભોલેનાથ’. કેદારનાથના દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ પણ અક્ષય કુમારના ફોટોગ્રાફ્સ-વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

અક્ષય કુમાર 23 મેના રોજ સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કેદારનાથ પહોંચ્યો હતો. અક્ષય કુમારને શ્રદ્ધાળુઓ ઘેરી વળ્યા હતા. અક્ષય કુમારના આ ફોટોગ્રાફ્સ ઝડપથી ઈન્ટરનેટ પર વાઈરલ થયા હતા. જેમાં અક્ષય કુમાર ભગવાનના દર્શન અને પૂજા બાદ મંદિરમાંથી બહાર નીકળતો જોવા મળે છે. અક્ષય કુમારને જોઈને દર્શનાર્થીઓની ભીડ ઉત્સાહમાં આવી જાય છે તો અક્ષય કુમાર પણ ભીડને જોઈને ‘જય ભોલેનાથ’ના નારા લગાવે છે.

અક્ષય કુમાર હાલ આગામી ફિલ્મ માટે દેહરાદૂનમાં શૂટિંગ કરી રહ્યો છે. શૂટિંગમાંથી બ્રેક લઈને તેઓ ભગવાન કેદારનાથના દર્શન કરવા માટે હેલિકોપ્ટરમાં પહોંચ્યો હતો. અક્ષય કુમારે દર્શનાર્થીઓ સાથે સેલ્ફી પણ લીધી હતી. પાછલા બે વર્ષમાં અક્ષય કુમારની એક માત્ર ફિલ્મ ‘સૂર્યવંશી’ જ સફળ રહી છે. તે સિવાય ‘રામસેતુ’ને એવરેજ રિસ્પોન્સ મળ્યો છે. કેદારનાથના દર્શન બાદ અક્ષયની ફિલ્મો ફરી સારી ચાલવા માંડે તેવી પ્રાર્થના પણ લોકોએ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter