અક્ષય કુમાર રૂ. ૧૮૭૦ કરોડની સંપત્તિનો માલિક

Thursday 17th September 2020 07:45 EDT
 
 

નવમી સપ્ટેમ્બરે પોતાનો ૫૩મો જન્મદિવસ ‘ખિલાડી’ અક્ષય કુમારની ૨૦૨૦માં એક પણ ફિલ્મ રીલિઝ નથી થઇ અને આમ છતાં તેણે ૩૬૮ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લીધી છે. અક્ષય કુમાર પાસે ૧૮૭૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે અને તેની મોટા ભાગની કમાણી બ્રાન્ડ પ્રમોશનમાંથી થતી હોય છે. આ વર્ષે ‘ફોર્બ્સ’ના હાઇએસ્ટ પેઇડ એકટર્સના લિસ્ટમાં સામેલ થનારો ભારતનો એક માત્ર અભિનેતા છે. અક્ષય એક ફિલ્મ માટે રૂ. ૪૫ કરોડથી પણ વધુ ફી ચાર્જ કરે છે તો એક બ્રાન્ડના વિજ્ઞાપન માટે છ થી સાત કરોડ રૂપિયા વસૂલે છે. આ ઉપરાંત ફિલ્મના પ્રોફિટમાં હિસ્સો અલગ. એક વરસમાં તે ચારથી પાંચ ફિલ્મો સરળતાથી કરી લે છે. મુંબઇના પ્રાઇમ વિસ્તાર ગણાતા જૂહુમાં આલિશાન બંગલોમાં રહેતા અક્ષયે દેશ-વિદેશમાં અન્ય સ્થળે પણ પ્રોપર્ટી વસાવી છે. આ ઉપરાંત અનેક વૈભવી કારનો કાફલો અલગ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter