અક્ષય કુમારે હાલમાં આંખની સર્જરી કરાવી છે. જેના પગલે તેણે થોડા દિવસો સુધી ફિલ્મ શૂટિંગમાંથી બ્રેક લઈને આરામ કરવાનો નિર્ણય કર્યો છે. અક્ષયે છઠ્ઠી મેના સવારે આ સર્જરી કરાવી હતી. વિઝન કરેક્શન માટે આ સર્જરી કરાવાઈ હોવાનું કહેવાય છે. હજુ સર્જરીના આગલા દિવસે જ અક્ષય કુમારે અનીસ બઝમીની ફિલ્મ ‘કેરલમ’નું શૂટિંગ શિડયૂલ પૂર્ણ થયાનું અપડેટ આપ્યું હતું. તેણે આ શૂટિંગ પૂર્ણ થાય પછી સર્જરી પ્લાન કર્યાનું મનાય છે.
અક્ષય બોલિવૂડમાં સૌથી શિસ્તબદ્ધ જીવનશૈલી ધરાવતો કલાકાર ગણાય છે. તે રાતે વહેલો ઊંઘી જાય છે અને પરોઢે વહેલો ઉઠી જાય છે. તે ક્યારેય ફાસ્ટ ફૂડ ખાતો નથી અને બોલિવૂડની પાર્ટીઓમાં પણ જતો નથી.
અક્ષયની આગામી ફિલ્મોમાં ‘વેલકમ ટુ ધી જંગલ’, ‘હૈવાન’ તથા ‘ગોલમાલ ફાઈવ’નો સમાવેશ થાય છે. હવે તે કેટલો જલ્દી સેટ પર પાછો ફરે છે તેની રાહ જોવાય છે.


