અક્ષય કુમારે ભારતના નક્શા પર મૂક્યો પગ

Friday 10th February 2023 04:29 EST
 
 

એક્ટર અક્ષય કુમારના ભારતના નકશા પર પગ મૂકતા એક વીડિયોએ હંગામો મચાવ્યો છે. આ ક્લિપ ફરતી થતાં અક્ષય કુમાર પર ટીકાની ઝડી વરસી હતી. યુઝર્સનું માનવું છે કે અક્ષય કુમારે ભારતના નકશા પર પગ મુક્યો છે. અક્ષયને ટ્રોલ કરાઇ રહ્યો છે. યુઝર્સે તેને દેશનું અપમાન ગણાવ્યું છે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક એરલાઈનને પ્રમોટ કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં અક્ષય કુમાર સાથે નોરા ફતેહી, મૌની રોય, દિશા પટની, સોનમ બાજવા પણ ગ્લોબ પર ચાલતી જોવા મળે છે, જોકે હોબાળો અક્ષય કુમારના મુદ્દે થઇ રહ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter