અક્ષય ‘રામ સેતુ’ માટે શૂટિંગ કરશે ગુજરાતમાં

Monday 29th November 2021 08:25 EST
 
 

ફિલ્મ માટે શૂટિંગ કરવાની વાત હોય ત્યારે અક્ષય કુમાર પોતાની સાથે જ કમ્પિટિશન કરી રહ્યો હોય એમ જણાય છે. તે થોડાક સમય પૂર્વે રકુલ પ્રીતની સાથે લંડનમાં એક ફિલ્મ માટે શૂટિંગ કરી રહ્યો હતો. અને હવે તેણે ‘રામ સેતુ’ પ્રોજેક્ટ હાથમાં લીધો હોવાના અહેવાલ છે. અક્ષય ડિસેમ્બરના અંત સુધીમાં તેનું શૂટિંગ કમ્પ્લીટ કરી લેશે તેવી ધારણા છે. તેણે ગયા માર્ચમાં અયોધ્યામાં આ ફિલ્મના મૂહુર્તની સાથે શૂટિંગની શરૂઆત કરી હતી. એવા રિપોર્ટ્સ છે કે, આ ફિલ્મના કેટલાક ભાગ માટે શ્રીલંકામાં પણ શૂટિંગ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આ દેશમાં વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઇન પીરિયડનો નિયમ લાગુ હોવાથી ફિલ્મમેકર્સે પ્લાન બદલ્યો છે. આ પછી ફિલ્મની પ્રોડ્કશન ટીમે કેરળમાં શૂટિંગ શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ અત્યારે આ રાજ્યમાં કોરોનાના કેસ ચિંતાજનક સ્તરે છે ત્યારે મેકર્સે હવે આ ફિલ્મના આઉટડોર ભાગના શૂટિંગ માટે ગુજરાત પર પસંદગી ઉતાર્યાના અહેવાલ છે. આ ફિલ્મના માટે ગુજરાતમાં સ્યૂટેબલ લોકેશન્સ છે. ‘રામ સેતુ’માં અક્ષય આર્કિયોલોજિસ્ટના રોલમાં છે. જેમાં તેની સાથે જેકલિન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા છે. આ ફિલ્મને અભિષેક શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter