અટારી સરહદે એ.આર. રહેમાન લાઇવ...

Wednesday 10th June 2026 07:18 EDT
 
 

ઓસ્કરવિજેતા સંગીતકાર એ.આર. રહેમાને રવિવારે પંજાબના અટારી બોર્ડર પોસ્ટ પર તેમનું સર્વપ્રથમ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે સીમા સુરક્ષા દળ (BSF)ને સંગીતમય શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેસીપી સ્ટેડિયમ ખાતે બીટિંગ રીટ્રીટ સેરેમની દરમિયાન આયોજિત આ કાર્યક્રમનું શીર્ષક ‘જય હો - એ મ્યુઝિકલ સેલ્યુટ ટુ ધ બેવહાર્ટ્સ’ હતું. આ કાર્યક્રમ ફિલ્મનિર્માતા ઇમ્તિયાઝ અલીની સરહદ પારના ડ્રામા પર આધારિત નવી ફિલ્મ ‘મેં વાપસ આઉંગા’ના રિલીઝ થતાં પહેલાં યોજાયો હતો. આ પ્રસંગે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી, મોહિત ચૌહાણ, એક્ટર વેદાંગ રૈના પણ હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter