અનન્યાનું હવે આદિત્ય રોય કપૂર સાથે ડેટિંગ

Sunday 07th August 2022 06:40 EDT
 
 

યુવા દિલોની ધડકન અનન્યા પાંડે આજકાલ તેના કરતાં ૧૩ વર્ષ મોટા અભિનેતા આદિત્ય રોય કપૂરને ડેટ કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બોલિવૂડમાં હાલ આ જોડીને નવાં પ્રેમી યુગલ તરીકે ઓળખાવવામાં આવે છે.
અનન્યા આ પહેલા શાહિદ કપૂરના નાના ભાઇ ઇશાન ખટ્ટર સાથે રિલેશનશિપમાં હતી. તેઓ બંને અનેક જાહેર ઇવેન્ટસમાં સાથે જોવા મળતાં હતાં અને સાથે વિદેશ પ્રવાસ પણ કરતાં હતાં. જોકે, ગયા એપ્રિલ માસમાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયાના અહેવાલ હતા. આ પછી અનન્યા અને ‘લાઈગર’ ફિલ્મમાં તેના કો-સ્ટાર સાઉથના વિજય દેવરકોંડા વચ્ચે અફેર હોવાની વાતો વહેતી થઇ હતી. હવે બોલિવૂડમાં લેટેસ્ટ ચર્ચા મુજબ અનન્યા પોતાના કરતાં ૧૩ વરસ મોટા આદિત્ય રોય કપૂરને દિલ દઇ બેઠી છે. જોકે, અનન્યા અને આદિત્ય અત્યાર સુધી કોઈ પ્રોજેક્ટમાં સાથે આવ્યાં નથી.
અનન્યાની તાજેતરની ફિલ્મ ‘ગહેરાઈયા’માં સિદ્ધાંત કપૂર તેનો હીરો હતો. આદિત્ય રોય કપૂરની તાજેતરમાં આવેલી ફિલ્મ ‘રક્ષાકવચ ઓમ’ બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ છે. આદિત્યનું નામ અગાઉ ‘આશિકી ટૂ’ની તેની કો-સ્ટાર શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતું. જોકે, બંનેએ ક્યારેય સત્તાવાર રીતે પોતાની રિલેશનશિપ કન્ફર્મ કરી ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter