અનન્યાનો એકરારઃ ઇશાન સાથે પ્રેમમાં છું

Wednesday 09th March 2022 06:12 EST
 
 

અનન્યા પાંડે અને ઇશાન ખટ્ટર રિલેશનશિપમાં હોવાની ચર્ચા લાંબા સમયથી થઇ રહી છે. તેઓ મોટા ભાગે સાથે વેકેશન ગાળતા, લંચ - ડિનર કે પાર્ટી એન્જોય કરતાં અને જાહેરમાં એકબીજા સાથે જ જોવા મળતા હતા. શાહિદની બર્થડે પાર્ટીમાં પણ આ પ્રેમીયુગલ જોવા મળ્યું હતું. ઇશાને શાહિદના જન્મદિવસની પાર્ટીમાં અનન્યાને ખાસ આમંત્રણ આપ્યું હતું. જોકે તેમના સંબંધ પર અનન્યાએ મૌન તોડ્યું છે. અનન્યાએ એક વાતચીત દરમિયાન પોતાના અને ઇશાન સાથેના સંબંધો પર નાછૂટકે સ્પષ્ટતા કરવી પડી હતી. પોતાના અને ઇશાનના સંબંધને તેણે સમર્થન આપતા કબૂલ્યું હતું કે તે હવે સિંગલ નથી. સાથે તેણે એમ પણ કહ્યું હતું કે, તે આ સંબંધથી ખુબ જ ખુશ છે.
અનન્યાએ ઇશાન સાથે ફરી કામ કરવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેણે ઇશાનને એક પ્રેમાળ વ્યક્તિ ગણાવતા કહ્યું હતું કે હું તેના પ્રેમમાં છું. ઉલ્લેખનીય છે કે અનન્યા અને ઇશાને ૨૦૨૦માં ખાલીપીલીમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મને તો સફળતા મળી નહોતી, પરંતુ આ જોડી ત્યારથી ચર્ચામાં રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter