અનિલ કપૂરના નિવાસસ્થાને કરવા ચોથની ઉજવણી

Tuesday 03rd November 2026 11:48 EST
 
 

કરવા ચોથનો તહેવાર ગુરુવારે ઉત્સાહભેર ઉજવાયો હતો. બોલિવૂડ હસીનાઓએ પણ પતિની લાંબી ઉંમર માટે વ્રત રાખ્યું હતું. દર વર્ષની જેમ આ વખતેય અભિનેતા અનિલ કપૂરના ઘરે કરવા ચોથની ઉલ્લાસભેર ભવ્ય ઉજવણી થઈ હતી, જ્યાં અનેક ફિલ્મ અભિનેત્રીઓ સજીધજીને પહોંચી હતી અને પૂજામાં જોડાઇ હતી. શિલ્પા શેટ્ટીને કરવા ચોથનો લુક દર વર્ષે ટ્રેન્ડમાં રહે છે. આ વખતે પણ તેણે પોતાના ગ્લેમરસ દેશી લુકથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા પિંક શરારા સૂટમાં સજીધજીને પહોંચી હતી. બોની કપૂરની પુત્રી અંશુલા કપૂર પણ લગ્ન બાદ પોતાની પહેલી કરવા ચોથ મનાવવા કાકાને ઘરે પહોંચી હતી. શાહિદ કપૂરની પત્ની મીરા કપૂર ક્રીમ કલરની સાડીમાં જોવા મળી હતી. હાથમાં પૂજાની થાળી લઈને મીરાએ પાપારાઝીને પોઝ આપ્યા હતા. મિની માથુર લાલ સાડીમાં સ્ટનિંગ લાગી રહી હતી તો શનાયા કપૂરની માતા માહીપ કપૂર લાલ સૂટમાં જોવા મળી હતી. ચંકી પાંડેની પત્ની અને અનન્યા પાંડેની માતા ભાવના પાંડે પણ પરંપરાગત સૂટમાં શણગારીને કરવા ચોથ માટે તૈયાર થઈ હતી. તેમનો કલાસી લુક ઉડીને આંખે વળગતો હતો. બીજી તરફ, મુંબઇની વતની, પણ અમેરિકા નિવાસી પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે કરવા ચોથના ફોટોઝ ઈન્સ્ટા પર પોસ્ટ કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter