બોલિવૂડ નવા વર્ષને આવકારતાં જશ્ન મનાવી રહ્યું છે. કોઈક પોતાના પરિવાર સાથે રજાઓ ગાળી રહ્યું છે. કોઈક મંદિરોમાં મસ્તક ટેકવી રહ્યું છે. તો અનુપમ ખેરે વર્ષના પહેલે દિવસે પૂરા વર્ષને બહેતર બનાવવા પોતે શું શું કરશે તે નક્કી કરી લીધું છે. તેમણે નવા વર્ષે જે સંકલ્પ લીધા છે તે પ્રશંસકો માટે શેર કર્યા છે. તેઓ સંદેશો આપી રહ્યા છે કે પ્રશંસકો પણ તેઓ પણ જીવનમાં તે સંકલ્પો અપનાવે. અનુપમ ખેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. તે વીડિયોમાં તેઓ ગરીબોને મદદ કરવાથી માંડીને દુનિયાના બોજને પોતાના ખભે લેવાનો સંકલ્પ કર્યો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે ‘જીવનભર વીતેલા વર્ષમાંથી ઘણું બધું શીખવા મળે છે. હું 2025માંથી જે શીખ્યો છું તેનો હું વર્ષ 2026માં અમલ કરીશ.’


