અનુપમ ખેરના પરિવારે કાશ્મીરમાંથી હિજરત કરી હતી

Saturday 26th March 2022 05:41 EDT
 
 

ઓછા બજેટમાં અને મોટી સ્ટાર કાસ્ટ વગર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ બોક્સઓફિસને છલકાવી દીધી છે. ફિલ્મમાં લીડ રોલ કરનાર અનુપમ ખેરના અભિનયને ઓડિયન્સ ભરપૂર વખાણી રહ્યું છે. અનુપમ ખેર પોતે કાશ્મીરી પંડિત પરિવારનો ભાગ છે, જેમને કાશ્મીરમાં થયેલા નરસંહાર દરમિયાન હિજરત કરવાની ફરજ પડી હતી. અનુપમ ખેરે ફિલ્મ નિહાળ્યા બાદ પોતાની માતાના રીએક્શનની વાત કરી છે. ફિલ્મની રિલિઝ બાદ લાખો કાશ્મીરી પંડિતોની પીડા છલકાઈ રહી છે અને વર્ષોથી દબાવી રાખેલી વ્યથા બહાર આવી છે. લોકો હવે આ સમય દરમિયાન પોતાના અનુભવો અને ત્રાસદી વિશે ખુલીને બોલતા થયા છે. ફિલ્મમાં પુષ્કર નાથનો રોલ કરનારા અનુપમ ખેરે જણાવ્યું હતું કે, તેમની માતાએ બે વખત આ ફિલ્મ જોઈ છે અને બંને વખત તેઓ સાઈલેન્ટ થઈ ગયા હતા તથા ચૂપચાપ રડતા રહ્યા હતા. સામાન્ય રીતે અનુપમ ખેર પોતાની માતા સાથેના ફની વીડિયોઝ શેર કરતા રહે છે. માતા-પુત્રના મસ્તીભર્યા વીડિયો પણ ખૂબ લાઈક થતા હોય છે. જોકે આ વખતે અનુપમ ખેરના માતાએ તેમને વીડિયો બનાવવાની ના પાડી હતી. તેમના નાના ભાઈ મોતીલાલ કાકે કાશ્મીરમાં નરસંહારના કારણે ઘણું ગુમાવ્યુ હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter