અનુષ્કા-વિરાટ લંડન શિફ્ટ થશેઃ સંતાનોને લાઇમલાઇટની દૂર રાખવા માગે છે

Wednesday 30th April 2025 08:08 EDT
 
 

સેલિબ્રિટી કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી લંડન શિફ્ટ થઈ રહ્યા હોવાનું લાંબા સમયથી કહેવાઈ રહ્યું છે. અનુષ્કા અને વિરાટે તો આ અંગે કોઈ ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ અવારનવાર ઈંગ્લેન્ડમાં જોવા મળે છે. આ દરમિયાન માધુરી દીક્ષિતના પતિ ડો. શ્રીરામ નેનેએ આ અંગે ખુલાસો કરતાં જણાવ્યુ હતું કે, દીકરી વામિકા અને દીકરા અકાયને લાઈમલાઈટથી દૂર રહીને ઉછેરવા માટે વિરાટ-અનુષ્કા લંડનમાં સ્થાયી થવા માગે છે. યુટ્યૂબર રણવીર અલાહાબાદિયાના ચેટ શોમાં વિરાટની પ્રશંસા કરતાં ડો. નેનેએ કહ્યુ હતું કે, તેઓ અનેક વખત મળ્યા છે. અનુષ્કા શર્મા સાથેની વાતચીતને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ લંડન શિફ્ટ થવાનું વિચારતા હતા, કારણ કે તેઓ સફળતાને માણી શકતા ન હતા. દરેક જગ્યાએ લોકોની નજર તેમના પર રહેતી હતી અને તેથી સામાન્ય માણસની જેમ રહી શકાતું ન હતું. પોતાના અનુભવને યાદ કરતાં ડો. નેનેએ કહ્યું હતું કે, દરેક જગ્યાએ લોકો સેલ્ફી માટે આવી જાય છે અને બહાર નીકળવાનું સહેલું રહેતું નથી. વિરાટ અને અનુષ્કા તેમના સંતાનોને સામાન્ય બાળકની જેમ ઉછેરવા માગે છે. વિરાટના બાળપણના મિત્ર રાજકુમાર શર્માએ પણ થોડા સમય પહેલાં જણાવ્યુ હતું કે, સંતાનોના ઉછેર માટે વિરાટ અને અનુષ્કા લંડન શિફ્ટ થવાનું વિચારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter