બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તાજેતરમાં લંડનમાં જાણીતા આધ્યાત્મિક ગુરુ અને ભક્તિ સંગીત ગાયક કૃષ્ણ દાસ સાથે જોવા મળી હતી. શહેરની એક રેસ્ટોરાંની તેમની મુલાકાતની તસવીરો હવે સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ચાહકોને આ ખાસ મુલાકાતની એક ઝલક આપે છે. ફોટાની સાથે રેસ્ટોરાંએ એક ખાસ નોંધ પણ લખી છે, જેમાં તેમણે અનુષ્કા શર્મા અને કૃષ્ણ દાસનું સ્વાગત કરવા બદલ પોતાની ખુશી વ્યક્ત કરી છે. સામે આવેલી તસવીરોમાં અનુષ્કા શર્મા ખૂબ જ સુંદર સ્મિત સાથે કૃષ્ણ દાસ અને રેસ્ટોરાંની ટીમ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. રેસ્ટોરાંએ અભિનેત્રીના પ્રેમાળ અને નમ્ર સ્વભાવની દિલ ખોલીને પ્રશંસા કરી હતી. ફોટોગ્રાફ સાથે રેસ્ટોરાંએ લખ્યું, ‘કેટલાક દિવસો તમારા હૃદયને ખુશીઓથી ભરી દે છે... અને આજનો દિવસ પણ એવો જ હતો! ઓમનોમ લંડન ખાતે અદભૂત અનુષ્કા શર્મા જી અને હંમેશા પ્રેરણા આપનારા કૃષ્ણ દાસજીનું સ્વાગત કરીને અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ.’ ઉલ્લેખનીય છે કે, અનુષ્કા શર્મા છેલ્લા કેટલાક મહિનાથી મીડિયા અને લાઈમલાઈટથી દૂર છે. તે હાલ લંડનમાં ક્રિકેટર પતિ વિરાટ કોહલી અને બાળકો સાથે ઘણો સમય વિતાવી રહી છે.


