અનુષ્કા શર્માએ તાજેતરમાં પોતાની આગામી હોમ પ્રોડક્શન વેબ સિરિઝનું નામ તથા ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત કરી છે. અનુષ્કાના ક્લિન સ્લેટ ફિલ્મ્સની આ સિરિઝનું નામ ‘પાતાલ લોક’ છે. એમેઝોન પ્રાઈમ પર આ સિરિઝ ૧૫ મેથી સ્ટ્રીમ થશે. આ સિરિઝમાં નીરજ કાબી, ગુલ પનાગ તથા જયદીપ અહલાવત છે.