અનુષ્કાના પ્રોડક્શન હાઉસે કરી રૂ. ૪૦૦ કરોડની ડીલ

Friday 04th February 2022 06:02 EST
 
 

ભારતના ઓટીટી માર્કેટમાં તેજીનો જુવાળ છવાયો છે. એક પછી એક પ્લેટફોર્મ શરૂ થઇ રહ્યા છે, જ્યાં દર્શકોને વિપુલ કન્ટેટ મળી રહ્યું છે. તાજા રિપોર્ટના અનુસાર, અભિનેત્રી અનુષ્કા શર્માના પ્રોડક્શન હાઉસે ઓટીટી પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ સાથે મોટી ડીલ કરી છે. અનુષ્કાની પ્રોડકશન કંપની ક્લીન સ્લેટ ફિલ્મસનું સંચાલન તેનો ભાઇ કર્ણેશ કરે છે. આ કંપની નેટફ્લિક્સ અને એમેઝન પ્રાઇમ વીડિયો માટે ૪૦૦ કરોડ રૂપિયા એટલે કે ૫૪ મિલિયન ડોલરના મૂલ્યની ફિલ્મ અને વેબ સિરીઝનું નિર્માણ કરવાના છે.
નેટફ્લિકસના એક પ્રવકતાએ આ કરારને સમર્થન આપતા કહ્યું હતું કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ આવનારા મહિનામાં ક્લીન સ્લેટ ફિલ્મઝ દ્વારા નિર્મિત ત્રણ ટાઇટલ રજુ કરવાનું છે.
અનુષ્કાની કંપનીના ફાઉન્ડર અને ભાઇ કર્ણેશ શર્માએ જણાવ્યું હતું કે, અમે આવનારા ૧૮ મહિનાઓમાં એમેઝન અને નેટફ્લિકસના ઓટીટી પ્લેટફોર્મ પર ૮ વેબ સીરિઝ અને ફિલ્મો રજૂ કરવાના છીએ. આ ઉપરાંત અન્ય પ્રોજેક્ટો પર પણ કામ ચાલી રહ્યું છે.
અનુષ્કાએ પોતાનું પ્રોડકશન હાઉસ ક્લીન સ્લેટ ૨૦૧૩માં શરૂ કર્યું હતું. આ બેનર હેઠળ તેણે સૌપ્રથમ એનએચ૧૦ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું. હવે તેણે ઓટીટી પ્લેટફોર્મસ પર બાજી મારીને તેણે પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter