અનોખી પ્રેમકહાનીઃ ‘એ દિલ હૈ મુશ્કિલ’

Thursday 03rd November 2016 08:04 EDT
 
 

ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ અનેક મુશ્કેલીઓ પછી આખરે રિલીઝ થઈ ગઈ છે. કરણ જોહરની આ ફિલ્મને વર્ષની સૌથી વધારે રોમેન્ટિક ફિલ્મ ગણવામાં આવે છે. લંડનમાં રહેતા અયાન (રણબીર કપૂર) અને અલીઝા (અનુષ્કા શર્મા)ની મિત્રતાથી ફિલ્મની વાર્તા શરૂ થાય છે. અલીઝા બિનધાસ્ત છોકરી છે. તેને પોતાની રીતે જિંદગી જીવવી ગમે છે. તેને નાઇટક્લબમાં જવાનું પસંદ છે. એનો એક બોરિંગ બોયફ્રેન્ડ છે, ડોક્ટર અબ્બાસ (ઇમરાન અબ્બાસ). અયાનની એક ગર્લફ્રેન્ડ છે જેનું નામ છે લિઝા (લિઝા હેડન). જોકે અલીઝા અને અયાનને લાગે છે કે અબ્બાસ અને લિઝા તેમના ટાઇપના નથી. તેથી બંનેના બ્રેક અપ થઈ જાય છે. એ પછી અયાન અને અલીઝા બ્રેક-અપ સેલિબ્રેટ કરવા પેરિસ જાય છે.
પેરિસમાં અયાનને અલીઝા માટે પ્રેમની લાગણી અંકુરે છે. જોકે પેરિસમાં અલીઝાની નજર ડોક્ટર અલી (ફવાદ ખાન) પર પડે છે જે તેનો એક્સ બોયફ્રેન્ડ છે. અયાન પછી અલીઝાને પેરિસમાં મૂકીને લંડન આવી જાય છે અને થોડા દિવસ પછી અલીઝાનો ફોન આવે છે કે તે લખનૌમાં અલી સાથે લગ્ન કરી રહી છે. અયાન અલીઝાના લગ્નમાં હાજરી આપવા જાય છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાયની એન્ટ્રી ઇન્ટરવલ પછી થાય છે. ફિલ્મમાં એશનું નામ સબા છે જે એક શાયર છે. ફિલ્મમાં અયાન સબા સાથે રહીને અલીઝાને ઇર્ષા કરાવવા માગતો હોય છે, પણ અયાનને સબા પ્રત્યે પ્રેમ જાગે છે. ફિલ્મના અંત માટે ફિલ્મ જ જોવી રહી. યુ.કે.ના સિનેમાઘરોમાં આ ફિલ્મ તા.૨૮મી ઓક્ટોબર ૨૦૧૬થી રિલીઝ થઈ ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter