અભિનેત્રી રિંકુ સિંહનું કોરોનાથી નિધન

Friday 11th June 2021 07:19 EDT
 
 

બોલિવૂડને વધુ એક આઘાત કોરોનાએ આપ્યો છે. અભિનેત્રી રિંકુસિંહ નિકુંભનું કોરોનાથી અવસાન થયું છે. તેણે આયુષ્માન ખુરાના સાથે ‘ડ્રીમ ગર્લ’માં કામ કર્યું હતું. રિંકુના નિધનના સમાચાર તેની બહેને મીડિયાને આપ્યા હતા. રિંકુ ૨૫ મેથી કોરોનાના સપાટામાં આવી હતી. જોકે તે પહેલાથી જ અસ્થમા જેવા રોગથી પણ પીડાતી હતી. આમ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી કોરોના સામેની લડતમાં શરીરે સાથ આપ્યો નહોતો. રિંકુના પરિવારમાં ઘણા લોકોને કોરોના થયો હતો. રિંકુએ સાતમી મેના રોજ કોરોના વેકસિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તે જલદી જ પોતાનો બીજો ડોઝ લેવાની હતી, પરંતુ તે પહેલા જ તે કોરોના પોઝિટિવ થઇ ગઇ હતી. કોરોના પોઝિટિવ આવ્યા પછી તે હોમ આઇસોલેશનમાં હતી, પરંતુ તેનો તાવ ઊતરતો ન હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની સ્થિતિ ગંભીર બનતાં તેને આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવી હતી. રિંકુ ફિલ્મો ઉપરાંત ટેલિવિઝનની દુનિયાનો પણ હિસ્સો હતી. તે ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. તેણે ‘ક્યા હોગા આલિયા’ તેમજ ‘ચિડિયાઘર’ જેવી સિરીયલમાં પણ કામ કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter