અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક બોલિવૂડમાં ડેબ્યુ કરશે

Tuesday 18th August 2020 16:28 EDT
 

મુંબઈઃ ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી બોલિવૂડમાં લોન્ચ થઇ રહી છે. તે વિવેક ઓબેરોય નિર્મિત ફિલ્મમાં કામ કરવાની છે જે ફર્સ્ટ લુક પણ રિલીઝ થઇ ગયો છે. પલક તિવારી ફિલ્મ ‘રોઝીઃ ધ સૈફરન ચેપ્ટર’થી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. ફિલ્મના પોસ્ટરમાં પલક ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે. વિવેક ઓબેરોયે પલનું ફર્સ્ટ લુક શેર કરતાં જણાવ્યું હતું કે, આ છે અમારી મિસ્ટ્રી ગર્લ, અમને પલક તિવારીને રોઝીના રોલમાં લોન્ચ કરતા ખુશી થઇ રહી છે. અમારી આ થ્રિલર ફિલ્મ ગુરુગ્રામની સત્ય ઘટનાઓ પર આધારિત છે જેને વિશાલ મિશ્રાએ ડિરેક્ટ કરી છે. પલકે આ પોસ્ટર્સને સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટ પર શેર કરતા લખ્યું હતું કે, હું ડેબ્યુ કરી રહ્યું છે તે વાત જ મને રોમાંચિત કરી રહી છે. આ માટે હું સુપર એક્સાઇટેડ છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter