અમિતાભ સૌથી વિશ્વાસપાત્રઃ દીપિકા સૌથી સુંદર: ટિયારા રિપોર્ટ

Saturday 07th November 2020 07:01 EST
 
 

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સ દ્વારા સિલિબ્રિટીના બ્રાન્ડ તરીકે થયેલો અભ્યાસ તાજેતરમાં જાહેર થયો છે. આ ટિયારા રિપોર્ટ જાહેર કરાયું છે કે મહાનાયક અમિતાભ બચ્ચન સૌથી વિશ્વસપાત્ર અને સન્માનનીય હસ્તી છે. આ સાથે જ તેઓ સૌથી પ્રતિષ્ઠિત, સૌથી બુદ્ધિશાળી અને સૌથી પ્રામાણિક જેવી કેટલીક કેટેગરીઝમાં પણ ટોચ પર રહ્યા હતા. દીપિકા પદુકોણ સૌથી સુંદર અને ગ્લેમરસ સેલિબ્રિટી છે જ્યારે આલિયા ભટ્ટને સૌથી આકર્ષક સેલિબ્રિટી જાહેર કરાઈ છે. આ રિપોર્ટ ૨૩ શહેરોના ૬૦૦૦૦ લોકોના અભિપ્રાય પર આધારિત છે. જેમાં દેશની જુદા-જુદા ક્ષેત્રોની ૧૮૦ સેલિબ્રિટીઝને સામેલ કરવામાં આવી હતી. ટિયારાના આ લિસ્ટમાં સૌથી વિવાદાસ્પદ સેલિબ્રિટી ક્રિકેટર હાર્દિક પંડયા રહ્યો છે. હાર્દિક બાદ સલમાન ખાન અને એ પછી કંગના રનૌતને વિવાદાસ્પદ સેલિબ્રિટી ગણાયાં છે.

દીપવીર ટોચ પર

દીપિકા પદુકોણ અને મિતાલી રાજ તેમના પોતપોતાનાં ક્ષેત્રોમાં સૌથી વિશ્વસનીય મહિલા સેલિબ્રિટીઝ રહ્યાં. એ સિવાય દીપિકા સૌથી સુંદર સેલિબ્રિટી પણ છે. એ સિવાય દીપિકા અને રણવીર સિંહને સૌથી સન્માનનીય સેલિબ્રિટી કપલ તરીકે જાહેર કરાયાં છે. આલિયા અને રણબીર કપૂરને સૌથી પ્રભાવી રિલ લાઈફ જોડી જાહેર કરવામાં આવી છે.

કઈ કેટેગરીઝમાં કોણ ટોચે?

• વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આકર્ષક સેલિબ્રિટી કપલ

• અક્ષયકુમાર સૌથી અસરકારક કેટેગરીમાં ટોચ પર

• વિરાટ કોહલી સૌથી નિર્ભય, સૌથી મનમોહક અને સૌથી સ્ટાઇલિશ સેલિબ્રિટી

• સચિન તેંડુલકર સૌથી સારાં મૂલ્યો ધરાવતી સેલિબ્રિટી

• એમ એસ ધોની સૌથી પ્રમાણભૂત સેલિબ્રિટી

• સાઇના નેહવાલ સૌથી વિશ્વસનીય સેલિબ્રિટી

• નવાઝુદ્દીન સિદ્દીકી સૌથી વર્સેટાઇલ સેલિબ્રિટી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter