અમિતાભનો અવાજ એલેક્સા પર

Friday 27th August 2021 06:46 EDT
 
 

અમિતજી શોલે કે ગાને બજાઈએ, અમિતજી, પ્લે સોંગ્સ ફ્રોમ કભી કભી, અમિતજી ટેલ અ ફની સ્ટોરી, અમિતજી વોટ ઈઝ વેધર ટુડે... બિગ બી હવે એમેઝોન ઈકો ડિવાઈસ પર ફરમાઇશને સાકાર કરતા કે પ્રશ્નોના ઉત્તર આપતા સાંભળવા મળશે. કંપનીએ એલેક્સા પર ભારતના પહેલા સેલિબ્રિટી વોઈસ ફિચરની ઘોષણા કરી હતી. આમ ભારતના યુઝર્સને હવે એલેક્સા પર બચ્ચનનો અવાજ સાંભળવા મળવાનો છે. અત્યાર સુધી આવી સુવિધા ઉપલબ્ધ નહોતી. સેલિબ્રિટી વોઈસ ફીચર દ્વારા અમિતાભ બચ્ચન દ્વારા પસંદ કરવામાં આવેલા ઓરિજિનલ કન્ટેન્ટનો પણ આનંદ લઈ શકાય છે. જેમાં તેમના જીવનની વાર્તાઓ, પિતાની કવિતાઓ, ટંગટ્વિસ્ટર્સ, પ્રેરક વિચાર અને ઘણુંબધું સામેલ છે. અમિતાભ બચ્ચનના પહાડી અવાજનો દબદબો ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરના ભારતીય સિનેમાચાહકોમાં જાણીતો અને લોકપ્રિય છે તેનો કોઇ ઇન્કાર કરશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter