અમેરિકામાં ‘ગોલમાલ અગેઇન’ અને ‘સિમ્બા’ રી-રિલીઝ

Friday 11th September 2020 08:15 EDT
 
 

કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં તમામ ફિલ્મ થીએટર્સને બંધ કરાયા હતા. હવે યુએસએના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં થીએટર્સને ફરી શરૂ થયા છે. નવી વાત એ છે કે, રણવીર સિંહ સ્ટારર એક્શન ફિલ્મ ‘સિમ્બા’ અને અજય દેવગનની મલ્ટિસ્ટારર કોમેડી ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ યુએસએમાં ફરીથી રિલીઝ થઈ છે. આ બંને ફિલ્મ્સને ૨૮ ઓગસ્ટે રિ-રિલીઝ કરવામાં આવી હતી. રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં તૈયાર કરવામાં આવેલી આ બંને ફિલ્મ્સ વર્જિનિયાના રિગલ વર્જિનિયા સેન્ટર અને રિગલ કન્ટ્રીસાઇડમાં રિલીઝ થઈ. આ પહેલાં આ વર્ષે જુલાઈમાં ન્યૂઝીલેન્ડમાં ‘ગોલમાઇલ અગેઇન’ની રી-રિલીઝની જાહેરાત કરાઇ હતી. ‘ગોલમાલ અગેઇન’માં અજય દેવગન, તુષાર કપૂર, કુણાલ ખેમૂ, શ્રેયસ તલપડે અને અર્શદ વારસી છે જ્યારે ‘સિમ્બા’માં રણવીર સિંહની સાથે સારા અલી ખાન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter