અરબાઝ-મલાઇકાના પગલે... હવે સોહેલ-સીમા ડાઇવોર્સ લેશે

Wednesday 18th May 2022 05:12 EDT
 
 

અરબાઝ ખાન - મલાઈકા અરોરાના સેપરેશન બાદ હવે સલમાનનો બીજો ભાઈ સોહેલ ખાન પણ ડાઈવોર્સ લેવાનો છે. 24 વર્ષના લગ્નજીવન બાદ સોહેલ અને સીમા ખાને મુંબઈની ફેમિલી કોર્ટમાં ડાઈવોર્સ પિટિશન ફાઈલ કરી છે. સોહેલ અને સીમા સચદેવ (ખાન) બંને ગયા શુક્રવારે કોર્ટમાં હાજર રહ્યા હતા, અને જાહેરમાં એકબીજા પ્રત્યેનું તેમનું વર્તન ફ્રેન્ડલી હતું. સોહેલ - સીમાએ 1998માં લવમેરેજ કર્યા હતા અને તેમને બે સંતાન નિર્વાણ તથા યોહાન છે. કહેવાય છે કે 2017થી જ તેઓ અલગ રહે છે, અને ત્યારથી ડાઈવોર્સની વાતો ચાલતી રહી છે.
હુમા કુરેશીની એન્ટ્રીએ સંબંધો બગાડ્યા?
‘પ્યાર કિયા તો ડરના ક્યા’ ફિલ્મના સેટ પર સીમા સચદેવ અને સોહેલ વચ્ચે પ્રણય પાંગર્યો હતો. અને સીમાના પરિવારજનોના વિરોધ છતાં બન્નેએ મેરેજ પણ કરી લીધા હતા. વર્ષો સુધી તેમની મેરિડ લાઈફ આદર્શ હતી, પરંતુ સોહેલની લાઈફમાં હુમા કુરેશીની એન્ટ્રી બાદ સંબંધો વણસ્યા હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ મુજબ, સોહેલ ખાને હુમા કુરેશી માટે એક ઘર ખરીદ્યુ હતું. આ વાત જાહેર થતાં જ સોહેલ અને હુમાના રિલેશન અંગે ચારે બાજુ ચર્ચાઓ શરૂ થઇ હતી. આમ સીમા - સોહેલના ડાઈવોર્સ માટે હુમા સાથેનો પ્રણય ત્રિકોણ જવાબદાર હોવાનું કહેવાઈ રહ્યું છે. કેટલાક અહેવાલ મુજબ, સોહેલ ખાનનો 50મો બર્થ ડે સેલિબ્રેટ કરવા હુમા કુરેશી સલમાન ખાનના ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને લાંબો સમય રોકાઈ હતી. અગાઉ એક ઈન્ટરવ્યૂ દરમિયાન સીમાએ જણાવ્યું હતું કે, સોહેલના અફેરની ગંધ આવતા તે ગભરાઈ ગઈ હતી. સોહેલને રંગેહાથ પકડવા માટે એક વખત તો સીમા ખાન ફાર્મહાઉસ પર પણ પહોંચી ગઈ હતી, પરંતુ હુમા કુરેશી મળી ન હતી. જોકે સમય જતાં આ શંકા પાકી થઈ અને હુમા સાથેના અફેરની ખાતરી થતાં તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ. સીમા ખાને સોહેલ ખાનનું ઘર છોડીને અલગ રહેવાનું શરૂ કર્યું હતું, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ સલમાન ખાને ઘર તૂટતું બચાવ્યું હતું. સીમા તે સમયે જ તલાક આપવા માગતી હતી, પરંતુ સલમાન ખાને મધ્યસ્થી કરીને તેમને ડાઈવોર્સ લેતા અટકાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter