અરમાન કોહલીના ઘરમાંથી કોકેન મળ્યું

Thursday 02nd September 2021 10:05 EDT
 
 

બોલિવૂડ અને નશીલા પદાર્થોના સેવન વચ્ચેનું કનેક્શન ફરી એક વખત સમાચારમાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ શનિવારે અભિનેતા અરમાન કોહલીના જુહુ સ્થિત નિવાસસ્થાને રેડ કરી હતી, જ્યાંથી કોકેન મળતાં તેની ધરપકડ કરાઇ છે. અરમાનના ઘરેથી મળેલું કોકેન દક્ષિણ અમેરિકાનું છે. આ મામલે ૧૨ કલાકની સતત પૂછપરછ છતાં એક્ટર તરફથી સંતોષકારક જવાબ ન મળતા રવિવારે તેની ધરપકડ કરાઇ હતી. અહેવાલો અનુસાર આ કેસમાં ડ્રગ્સ સિન્ડિકેટના ઇન્ટરનેશનલ કનેકશનની શક્યતા છે. કોર્ટે મંજૂર કરેલા એક દિવસના રિમાન્ડ દરમિયાન એનસીબી અરમાન પાસેથી સપ્લાઈ રૂટ જાણવા મથામણ કરી હતી. સાથે સાથે જ ડ્રગ પેડલર અજય રાજુ સિંહ અને તેને સામસામે બેસાડીને પૂછપરછ કરાઇ હોવાનું મનાય છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના હાજી અલી વિસ્તારમાં બાતમીના આધારે એનસીબીની ટીમે રેડ કરીને ડ્રગ્સ પેડલર અજય રાજુ સિંહની ધરપકડ કરીને તેની પાસેથી ૨૫ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. આ પેડલરની પૂછપરછમાં અરમાન કોહલીનું નામ ખૂલ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter