અર્જૂન રામપાલે 6 વર્ષ ડેટિંગ અને બે સંતાનના જન્મ પછી ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી

Friday 19th December 2025 04:31 EST
 
 

અર્જૂન રામપાલ ‘ધુરંધર’ ફિલ્મની સફળતાને કારણે ચર્ચામાં છે. ફિલ્મમાં તેણે મેજર ઇકબાલની ઉલ્લેખનીય ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાથી વધુનો વકરો કરી ચૂકી છે. અર્જૂન રામપાલે તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડેમેટ્રિયડ્સ સાથે સગાઇની વાત જાહેર કરી હતી. અર્જુન રામપાલ છેલ્લા 6 વર્ષથી ગબ્રિયેલા ડેમેટ્રિયડ્સને ડેટ કરી રહ્યો છે. રિયા ચક્રવર્તીએ 13 ડિસેમ્બરે એક વીડિયો શેર કર્યો હતો, જે વીડિયો તેના પોડકાસ્ટનો જ છે. વીડિયોમાં અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા ડેમેટ્રિયડ્સ નજરે પડે છે. બંનેએ તેમના પ્રેમજીવન, લગ્ન સહિતના
મુદ્દાઓ પર વાતચીત કરી. આ વીડિયોમાં ગેબ્રિયેલા કહે છે કે, ‘અમે હજી લગ્ન નથી કર્યા, પરંતુ કોણ જાણે છે?’ તે પછી અર્જૂન રામપાલે કહ્યું કે, ‘અમે સગાઈ કરી લીધી છે. તમારા શોના માધ્યમથી આ વાતની જાહેરાત કરું છું.’ અર્જૂન આમ તો 2019થી ગેબ્રિયેલા ડેમેટ્રિયડ્સ સાથે રિલેશનશિપમાં છે. કપલ બે સંતાન આરિક અને આરિવના માતા-પિતા છે. અર્જુને આ પહેલાં મેહર જેસિયા સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં બન્નેએ છૂટાછેડા લઇ લીધા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter