અલ્કા-મામૂટીને પદ્મભૂષણ, માધવનને પદ્મશ્રી

Wednesday 01st July 2026 08:42 EDT
 
 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મએ રાષ્ટ્રપતિ ભવન ખાતે 65 હસ્તીને પદ્મ પુરસ્કારોથી નવાજ્યા હતા. જેમાં સંગીતકળા ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ દિગ્ગજ ગાયિકા અલ્કા યાજ્ઞિક અને અભિનય ક્ષેત્રે દાયકા સુધી પ્રદાન આપનાર દક્ષિણ ભારતના દિગ્ગજ અભિનેતા મામૂટીને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાયો હતો. બોલિવૂડ અને સાઉથના જાણીતા અભિનેતા આર. માધવનને પણ કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ સોંપવામાં આવ્યો હતો. આ સાથે જ રમતજગતમાં દેશનું નામ રોશન કરનાર ક્રિકેટ ટીમ ઇંડિયાન પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને મહિલા હોકી ટીમની સ્ટાર ખેલાડી સવિતા પુનિયાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. આ ગૌરવપૂર્ણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter