દિલ્હીની એક કોર્ટે 27 જાન્યુઆરીએ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને દુબઈ જવાની મંજૂરી આપી છે. એક કોન્ફરન્સના સંબંધમાં વિદેશ પ્રવાસની પરવાનગી માંગતી જેકલીનની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે આ આદેશ આપ્યો હતો. જેક્લીન 27થી 30 જાન્યુઆરી સુધી દુબઈ જઈ શકશે. જોકે આની સાથોસાથ કોર્ટે શરત લાદી છે કે જેકલીન દુબઈ કઈ રીતે જશે, ક્યારે આવશે, ક્યાં રોકાશે વગેરે તમામ માહિતી કોર્ટને આપવાની રહેશે. ઉલ્લેખનીય છે કે જેકલીન 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે. આ કેસના આરોપીઓમાં કથિત માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખર પણ સામેલ છે. અન્ય એક અભિનેત્રી નોરા ફતેહીએ જેક્લીન સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.