આથિયા-રાહુલને કરોડોની ભેટ મળી?! શેટ્ટી પરિવારનો ઈનકાર

Friday 03rd February 2023 07:04 EST
 
 

અભિનેત્રી આથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ. રાહુલને લગ્નમાં ક્રિકેટર્સ તથા બોલીવૂડ સ્ટાર્સ તરફથી કરોડોના કરોડો રૂપિયાની ગિફ્ટસ મળ્યાની યાદી ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. જોકે, શેટ્ટી પરિવારે આવી કોઈ ગિફ્ટસ મળ્યાનો ઈનકાર કર્યો છે. આ વાયરલ લિસ્ટ અનુસાર સુનીલ શેટ્ટી અને તેના પરિવાર તરફથી આથિયા અને રાહુલને લગ્નની ભેટ તરીકે મુંબઇમાં 50 કરોડ રૂપિયાનો ફ્લેટ ભેટમાં આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સલમાન ખાન અને સુનીલ શેટ્ટી ઘનિષ્ઠ મિત્રો હાવોને નાતે સલમાને લગ્નમાં 1.64 કરોડની ઓડી કાર નવદંપતીને ભેટ આપી છે. જ્યારે જેકી શ્રોફે કપલને 30 લાખ રૂપિયાની ઘડિયાળો ગિફ્ટ કરી છે. તો વળી અર્જુન કપૂર ખાસ મિત્ર હોવાથી તેણે 1.50 કરોડ રૂપિયાની હીરાની બંગડી ઉપહારમાં આપી છે. વિરાટ કોહલીએ રાહુલને રૂપિયા બે કરોડની બીએમડબલ્યુ કાર ભેટ આપી હોવાના અહેવાલ છે. તો એમ. એસ. ધોનીએ રાહુલને આઠ લાખ રૂપિયાની કાવાસાકી નિન્જા બાઇક ભેટ આપી હોવાનું આ યાદીમાં જણાવાયું છે. જોકે, શેટ્ટી પરિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ઇન્ટરનેટ પર ફરતી આ યાદી ખોટી છે અને આવી ગિફ્ટસ મળી હોવાના અહેવાલોમાં કોઈ દમ નથી. આથિયા અને રાહુલના લગ્ન 23 જાન્યુઆરીના રોજ સુનીલ શેટ્ટીના ખંડાલાના બંગલામાં થયાં હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter