આદર્શ ગૌરવ ‘રાઇઝિંગ સ્ટાર’

Friday 02nd April 2021 05:33 EDT
 
 

‘ધ વ્હાઇટ ટાઇગર’થી ખૂબ જ પોપ્યુલરિટી મેળવનારા એક્ટર આદર્શ ગૌરવને એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે રાઇઝિંગ સ્ટાર એવોર્ડથી સન્માનિત કરાયો છે. કોરોના મહામારીના કારણે આ વર્ષે આ ફેસ્ટિવલ વર્ચ્યુઅલી યોજાયો હતો. જેની જ્યૂરી પેનલમાં ઓસ્કર-નોમિનેટેડ પ્રોડ્યુસર ગિલ નેટ્ટર (લાઇફ ઓફ પાઇ, ધ બ્લાઇન્ડર સાઇડ), ઓસ્કર-વિનિંગ સ્ક્રીનરાઇટર ડેવિડ સેડલર (ધ કિંગ્ઝ સ્પીચ), એવોર્ડવિનિંગ ડિરેક્ટર જીન માર્ક વેલ્લી (ડલ્લાસ બાયર્સ ક્લબ, બિગ લિટલ પાય્ઝ) સહિત શો-બિઝનેસની અનેક જાણીતી હસ્તીઓ સામેલ હતી. એવોર્ડ મેળવ્યા બાદ આદર્શે કહ્યું હતું કે, ‘એ જાણીને મને અત્યંત ખુશી થઇ કે, એશિયન વર્લ્ડ ફિલ્મ ફેસ્ટિવલ અને એની જ્યૂરીને આ એવોર્ડ માટે મારું કામ યોગ્ય જણાયું. હું આ એવોર્ડ માટે આભારી છું અને અત્યંત ખુશ છું કે, પ્રતિષ્ઠિત જ્યુરી ધ રાઇઝિંગ સ્ટાર એવોર્ડ મને આપ્યો છે.’
ઉલ્લેખનીય છે કે આ પહેલા આદર્શ ગૌરવે ‘ધ વ્હાઇટ ટાઇગર’માં તેના પરફોર્મન્સ માટે ‘બાફ્ટા ૨૦૨૧’માં લીડિંગ એક્ટરની કેટેગરીમાં નોમિનેશન મેળવ્યું છે. ‘ધ વ્હાઇટ ટાઇગર’ ફિલ્મ લેખક અરવિંદ અડિગાના આ જ નામના પુસ્તક પર આધારિત છે. આ પુસ્તક મેન બૂકર પ્રાઇઝ જીતી ચૂક્યું છે. આ ફિલ્મમાં સપોર્ટિંગ રોલ્સમાં પ્રિયંકા ચોપરા અને રાજકુમાર રાવ જોવા મળ્યા હતા. પ્રિયંકા આ ફિલ્મની એક્ઝિક્યૂટિવ પ્રોડ્યુસર પણ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter