આદિત્ય-અનન્યાનો કતાર પ્રવાસઃ બન્ને રિલેશિનશીપમાં હોવાનો પુરાવો

Saturday 24th December 2022 07:31 EST
 
 

અભિનેત્રી અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂરે તાજેતરમાં કતારની ટ્રીપ સાથે સાથે કરતાં તેમના વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળોને વધારે બળ મળ્યું છે. અનન્યા કતારમાં ફિફા વર્લ્ડ કપની સેમી ફાઈનલ જોવા ગઈ હતી. તેમાં તેણે પોતે આર્જેન્ટિનાને સપોર્ટ કરી રહી હોવાની પોસ્ટ પણ કરી હતી. તેની સાથે પિતા ચંકી પાંડે પણ સામેલ હતા. જોકે, આ ટ્રીપમાં અનન્યા સાથે આદિત્ય રોય કપૂર પણ હતો. બંને મુંબઈ એરપોર્ટ પર પણ બંને સાથે દેખાયાં હતાં. આ ટ્રીપ પછી બંને વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અફવાને વધારે બળ મળ્યું છે. અગાઉ ક્રિતી સેનને યોજેલી પાર્ટીમાં પણ તેઓ ગૂપચૂપ વાતો કરતાં દેખાયાં હતાં. આ ઉપરાંત કેટલીય ઈવેન્ટ્સમાં તેઓ સાથે જોવા મળી રહ્યાં છે. જોકે, અનન્યા કે આદિત્ય બંનેમાંથી કોઈએ હજુ પણ પોતાના ડેટિંગ વિશે કોઈ ફોડ પાડયો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter