કેટલાક દિવસોથી આમિર ખાનના વ્યક્તિગત જીવનને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી હતી. એવા અહેવાલ હતા કે આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ આગામી પાંચમી જુલાઈએ કોર્ટ મેરેજ કરવા છે. હવે આમિરે ખુદ આ વાતને સમર્થન આપતાં કહ્યું છે કે ‘લગ્ન અંગેના સમાચાર સાચા છે. અમારા લગ્ન 5 જુલાઈએ છે’. વર્ષની શરૂઆતમાં પોતાના 60મા જન્મદિવસે આમિરે જાહેર કર્યું હતું કે તેને ફરી પ્રેમ મળ્યો છે. જોકે તેણે એમ પણ કહ્યું હતું કે લગ્ન અંગે હાલ કોઈ યોજના નથી. આમિર અગાઉ રીના દત્તા સાથે લગ્ન કરી ચૂક્યો છે, જેનાથી તેમને બે સંતાનો – જુનૈદ ખાન અને ઇરા ખાન છે. ત્યારબાદ તેણે 2005માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. બન્નેએ 2021માં અલગ થવાની જાહેરાત કરી હતી.


