આમિર ખાન - એલી અવરામનું સોંગ છે ચર્ચામાં

Thursday 18th March 2021 05:00 EDT
 
 

બોલિવૂડ સ્ટાર આમિર ખાનની અપકમિંગ મૂવી ‘કોઈ જાને ના’નું સોંગ ‘હર ફન મૌલા...’ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. સોંગમાં આમિર ખાન અને આઇટેમ ગર્લ એલી અવરામની સિઝલિંગ કેમિસ્ટ્રી જોવા મળે છે. આમિર ખાન અને એલીની જોડી પોતાના હોટ ડાન્સ સોંગથી બોલિવૂડમાં ટોકિંગ પોઈન્ટ બની છે. રિલીઝ થતાની સાથે જ ‘હર ફન મૌલા...’ સોંગ તેજીથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે. આ સોંગને ફેન્સ દ્વારા ખૂબ જ પસંદ કરાયું છે. આમ તો આમિર ખાન અને એલી અવરામે થોડાક દિવસો પહેલાં જ આ સોંગમાં તેમનો ફર્સ્ટ લૂક શેર કર્યો હતો. ફર્સ્ટ લૂક શેર થતાંની સાથે જ ફેન્સમાં આમિર ખાન અને એલીની સોંગમાં કેવી કેમિસ્ટ્રી રહેશે તે વિશેની ચર્ચાએ જોર પકડ્યું હતું, અને સોંગ રિલીઝ થયાના થોડા જ કલાકમાં ૪ લાખ વ્યૂઝ મળી ગયા હતા. આ સોંગમાં આમિર ખાન ફરી એક વાર તેના ખાસ અંદાજમાં જોવા મળે છે તો સાથે એલી અવરામનો હોટ ડાન્સ આ સોંગને વધારે સુપરડુપર હિટ બનાવી રહ્યું છે. આમિર ખાન ૨૦૧૮માં ‘ઠગ્સ ઓફ હિંદુસ્તાં’માં જોવા મળ્યો હતો. આ પછી આમિર ખાન બિગ સ્ક્રીનથી દૂર જ જોવા મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter