આમિર ખાન હવે યુવરાજની બાયોપિક બનાવશે

Wednesday 27th December 2023 07:23 EST
 
 

આમિર ખાન ક્રિકેટર યુવરાજ સિંઘની જીવનકથા પરથી ફિલ્મ બનાવશે. તેણે આ માટેના રાઈટ્સ પણ ખરીદી લીધા હોવાના અહેવાલ છે. ‘લાલસિંહ ચઢ્ઢા’ની ઘોર નિષ્ફળતાને પગલે એક્ટિંગમાં બ્રેક લેનારો આમિર ખાન પ્રોડયૂસર તરીકે સક્રિય છે. તે સ્પેનિશ સ્પોર્ટસ ડ્રામાની રિમેક ‘ચેમ્પિયન’ બનાવી રહ્યો છે. તેમાં તે પોતે જ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ઉપરાંત તે સની દેઓલને મુખ્ય ભૂમિકામાં લઈ ‘લાહોર 1947’ ફિલ્મ બનાવી રહ્યો છે. પુત્ર જુનૈદ માટે પણ તેણે એક ફિલ્મનું કામ હાથમાં લીધું છે. હવે તેણે ભારતના એક સમયના ટોચના  ક્રિકેટર યુવરાજ સિંઘની જીવનકથા પરથી ફિલ્મ બનાવવાના રાઈટ્સ પણ ખરીદી લીધા છે. યુવરાજ સિંઘની ક્રિકેટ કેરિયરમાં ભારે ચઢતીપડતી આવી હતી. તેને એક તબક્કે કેન્સરની બીમારી પણ થઈ હતી. દીપિકા પાદુકોણ સહિતની હિરોઈનો સાથેના તેના અફેર્સ પણ ચર્ચામાં રહ્યાં હતાં. આમિર ખાન હવે યુવરાજ સિંઘની મુખ્ય ભૂમિકા માટે કોઈ કલાકાર શોધી રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter