આમિર-પુત્રી આઇરા બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા તૈયારી

Sunday 18th April 2021 06:50 EDT
 
 

બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે જાણીતા આમિર અને રીના દત્તની દીકરી આઇરા ખાને ભલે ફિલ્મોમાં પદાર્પણ કર્યું ન હોય, પરંતુ લાઈમલાઈટમાં રહેવાના મુદ્દે તે અભિનેત્રીઓને કાંટે કી ટક્કર આપી રહી છે તેમાં બેમત નથી. આઇરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર પોતાની લવ લાઇફ વિશે જણાવ્યા બાદ હવે આઇરાએ બોયફ્રેન્ડ નૂપુર સાથે લગ્નબંધને જલ્દીથી બંધાઇ રહી હોવાની વાત જણાવી છે. હાલ નૂપુર સાથે મળીને આઈરા તેની તૈયારીઓ કરી રહી છે. આઇરાએ પોતાના લગ્ન વિશે જણાવતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. જેમાં નૂપુર ખૂબ જ ફની ફેસ બનાવતો જોવા મળી રહ્યો છે અને આઇરા તેને નિહાળી રહી છે. આ તસવીર પર આઇરાએ લખ્યું કે, ‘લોકડાઉન માટે તૈયાર...’ આ સાથે તેણે હાર્ટ ઇમોજી પણ શેર કરી હતી. આઇરાની આ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થતાં ચર્ચાનો વિષય બની ગઈ છે. કેટલાક ફેન્સે તો વળી પૂછી પણ લીધું હતું કે લગ્ન ક્યારે કરો છો એ તો કહો...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter