આમિર ખાન અને ફાતિમા સના શેખ પિકલ બોલની ગેમ સાથે રમી રહ્યાનો એક વીડિયો વાયરલ થયા બાદ બંનેના અફેરની અફવાઓ ફરી શરૂ થઈ છે. જોકે, લોકોએ આમિરને ભારે ટ્રોલ કર્યો છે. ફાતિમા સના શેખની વય 32 વર્ષ અને આમિર ખાન 58 વર્ષનો છે. બન્ને વચ્ચે વયમાં 27 વર્ષનો તફાવત છે. ‘દંગલ’ ફિલ્મ પછી તેમનાં અફેરની અફવાઓ શરૂ થઈ હતી. એક તબક્કે તો બંનેએ ખાનગીમાં લગ્ન કરી લીધાં હોવાની અફવાઓ પણ ચર્ચાઈ હતી. આમિર અને બીજી પત્ની કિરણનાં લગ્નજીવનનાં અંત માટે આમિર અને ફાતિમા સના શેખની વધેલી નિકટતા જ જવાબદાર હોવાનું ચર્ચાયું હતું. .
આમિર ખાન પહેલાં રીમા દત્તા અને પછી કિરણ રાવ એમ બંનેને છૂટાછેડા આપી ચૂક્યો છે. રીનાથી આમિરને પુત્ર ઝુનૈદ અને દીકરી ઈરા છે. ઈરાએ તાજેતરમાં જ સગાઈ કરી છે. આમિર અને કિરણે 15 વરસના લગ્નજીવન પછી છૂટાછેડા લીધા હતા. તેમને આઝાદ રાવ ખાન નામનો પુત્ર પણ છે.