આમિર હવે બનશે અશનીર ગ્રોવરઃ બાયોપિકમાં મુખ્ય રોલ કરશે

Friday 24th April 2026 08:43 EDT
 
 

આમિર ખાન હવે જાણીતી પેમેન્ટ એપ ભારત પેના સ્થાપક અને ઇન્વેસ્ટર અશનીર ગ્રોવરની બાયોપિકમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મ હાલ પ્રિ-પ્રોડક્શન સ્ટેજમાં છે. આમિરે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ઓકે કરી દીધી હોવાનું કહેવાય છે.
યુવા ફિલ્મ રાઈટર અને શ્રદ્ધા કપૂર સાથે રિલેશનશિપને કારણે વધારે અવારનવાર સમચારોમાં ચમકતા રહેતા રાહુલ મોદીને આ ફિલ્મનું દિગ્દર્શન સોપાંયું છે.
સૂ્ત્રોના જણાવ્યા અનુસાર, અશનીર ગ્રોવરનાં બહુ જ પુસ્તક ‘દોગલા પન: ધી હાર્ડ ટ્રુથ અબાઉટ લાઈફ એન્ડ સ્ટાર્ટ અપ’ પર આ ફિલ્મ આધારિત હશે તેમ મનાય છે.
અગાઉ આમિર ખાન રાજકુમાર હિરાની સાથે દાદાસાહેબ ફાળકેની બાયોપિક પણ કરવાનો હતો. જોકે, આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં તેણે અનેક ફેરફાર સૂચવતાં તેના અને હિરાની વચ્ચે મતભેદ સર્જાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter