આયુષ્યમાન લંડનમાં શૂટિંગ કરશે

Saturday 29th January 2022 07:00 EST
 
 

અનોખા કથાવસ્તુ ધરાવતી વૈવિધ્યપૂર્ણ ફિલ્મોમાં અભિનય થકી આગવી ઓળખ ઉભી કરનારો આયુષ્માન ખુરાના પહેલી વખત એક્શન કરતો જોવા મળશે. ફિલ્મનું નામ છે ‘એક્શન હીરો’. મેકર્સ નજીકના દિવસોમાં જ આયુષ્માનને અલગ જ અંદાજમાં ચમકાવતી આ ફિલ્મને ફ્લોર પર લાવવાની તૈયારી કરી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ ભારત ઉપરાંત બ્રિટનમાં પણ થશે. આવું પહેલી વખત છે કે, જ્યારે આયુષ્યમાન લંડનમાં કોઇ ફિલ્મનું શૂટિંગ કરવા જઇ રહ્યો છે. અનિરુદ્વ અય્યર આ ફિલ્મને ડિરેક્ટ કરશે. આનંદ એલ. રાયે કહ્યું કે, અમે આયુષ્યમાન પાત્રને વધુ લાઇવ બતાવવા અને ફિલ્મને ફાઇનલી ફ્લોર પર જવા માટે એક્સસાઇટેડ છીએ. આ ફિલ્મનું નિર્માણ આનંદ રાય અને ભૂષણ કુમારની કંપનીઓ કલર યલો પ્રોડકશન્સ અને ટી-સિરીઝ સાથે મળીને કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter